આરોગ્ય વિભાગ Navsari માં પરીક્ષા વગર સીધી ભરતી

મિત્રો આ ભરતીની નોટિફિકેશન જિલ્લા આરોગ્ય સોસાયટી નવસારી ઘ્વારા 28 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 28 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 07 જુલાઈ 2023 છે.

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નવસારી દ્વારા ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ, ડીસ્ટ્રીકટ ફાઈનાન્સ આસિસ્ટન્ટ, ડીસ્ટ્રીકટ ડેટા એન્ટ્રી ઓપરેટર

એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર, કોલ્ડ ચેઇન ટેક્નિશિયન, લેબ ટેક્નિશિયન, RBSK આયુષ મેડિકલ ઓફિસર, RBSK ફાર્માસીસ્ટ તથા RBSK FHW/ANMની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે.

ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.